ઘોઘંબા
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ઘોઘંબા તાલુકાના નવાકૂવા, મલાવફડ્યું, ગોઠ, નિશાળફળ્યું એમ તાલુકા યુવા મોરચા દ્વારા વિવિધ શક્તિ કેન્દ્રમાં બાઈક રેલી યોજી હતી. જેમાં હાલોલ વિધાનસભા વિસ્તારક બાબુલાલ વર્માજી (પૂર્વ ધારાસભ્ય એમ.પી) યુવા મોર્ચો ના જિલ્લા પ્રભારી યોગદીપસિંહજી તથા યુવા મોર્ચોના હાલોલ વિધાનસભા ઇન્ચાર્જ જીગરભાઈ પટેલ ઘોઘંબા તાલુકા પ્રભારી જીતુભાઈ રાઠોડ તેમજ ઘોઘંબા મંડલ પ્રમુખ ગુણવંતસિંહજી ગોહિલ પાલ્લા જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ સોલંકી ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા તાલુકા યુવા મોરચાના પ્રમુખ નરેન્દ્રસિંહજી પરમાર તથા સમગ્ર યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.