ધોધંબા,પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આંગણવાડીમાં સડેલા ચણા આવેલા હોવાની બૂમ સામે આવતા સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને લઈને ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામે આંગણવાડીમાં સગર્ભા સ્ત્રીને અપાતા ચણા તદ્દન તકલાદી અને જીવાત પડેલા હોવાનું સ્પષ્ટ દેખો મળી આવ્યું હતું
ઘોઘંબા તાલુકાની લાલ પુરીને આંગણવાડીમાં જીવાત રહેલા ચણા આંગણવાડી કાર્યકર્તા દ્વારા આપવામાં આવ્યા હતા. જેને લઈને સ્થાનિક બેન દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયર કર્યો હતો. આ વીડિયોને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. ઘોઘંબા તાલુકાની આંગણવાડીમાં સગર્ભા સ્ત્રીને આપવામાં આવતા ચણા જે પેકિંગ કરેલી હાલતમાં આવે છે, જે સગર્ભા સ્ત્રીને આપવામાં આવે છે. જે ચણા દસમા મહિનામાં આપવામાં આવ્યા હતા. તેનું વિતરણ આજે આંગણવાડી બેન દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણ કરસનની સાથે જ વિતરણ કરતા બે દ્વારા ચણામાં જીવા તો દેખાતી હોવાની લઈને તેને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. સ્થાનિક આંગણવાડીમાં ચેક કરતા આંગણવાડીમાં કેટલાક પેકેટો આજે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યો હતો. તપાસ કરતા જે બેનને ચણા આપવામાં આવ્યો હોવાનું તે બેન દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આવી કેટલીક બહેનોને પણ સડેલા ચણા જીવાત દેખાતા હોય તેવું આપવામાં આવ્યું હતું. ત્યારે તેની કબુલાત આંગણવાડી કાર્યકર બેને પણ કરી હતી. સડેલા અનાજને કારણે ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને લાલપરી ગામના આંગણવાડી કાર્યકરતાના બેનને ઉધરો લીધો હતો
આંગણવાડીમાં છેલ્લા કેટલાક સમયથી બેન દ્વારા અગાઉ પણ અનાજનું પ્રમાણ ઓછું આપીને તેમજ સડેલું અનાજ આપવામાં આવતું હોને લઈને સ્થાનિક સરપંચ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરતો હોવાનો પણ જાણવા મળી આવ્યું હતું. સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવાની લઈને અધિકારીઓ પણ સાંભળતા ન હોવાનું સામે આવ્યું છે
લાલપુરીની આંગણવાડીમાં દસમા મહિનામાં આવતો આ ચણા આજે કેમ વિતરણ કરવામાં આવ્યા તેમ તેનો સંગ્રહ કરી રાખવામાં આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આંગણવાડી કાર્યકર દ્વારા આ તમામને ચણા કેમ વિતરણ કરવામાં આવ્યા અને સડેલા ચણા હોવાને ધ્યાનમાં હોવા છતાં કેમ ચણા આપવામાં આવ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે. સરકારને આવતા અનાજને સ્થાનિકોમાં મોડું પહોંચે છે, તેમજ ગંભીર બેદરકારીને કારણે લોકો સુધી પહોંચતું ન હોવાનું પણ જાણવા મળી આવ્યું છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે દોશી તો સામે કાર્યવાહી કરે અને જે તે મહિનાનું અનાજ જલ્દીથી મળે તેવી માંગ કરી રહ્યા છે