ધોધંબા,પંચમહાલ જીલ્લાના ધોધંબા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2009 થી 2014ના વર્ષ દરમિયાન મનરેગા યોજના હેઠળ બોગસ જોબકાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી રૂા.80 લાખના કૌભાંડમાં તત્કાલીન ફરજ બજાવતા 46 કર્મચારીઓ તેમજ 5 પદાધિકારી મળી 51 લોકો વિરૂદ્ધ આખરે દામાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અન્ય કૌભાંડી અને ભ્રષ્ટાચારીઓમાં છુપો ફફડાટ જોવા મળ્યો.
ધોધંબા તાલુકામાં આવેલ જોરાપુર(વાં), પાલ્લા અને માલુ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2009 થી 2014 વર્ષ દરમિયાન સરકારી કર્મચારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને મનરેગા યોજના હેઠળના જોબકાર્ડમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતોમાં બોગસ જોબકાર્ડ બનાવી તેમાં પણ એક જ કુટુંબના સભ્યોના જોબકાર્ડ બનાવી 100 દિવસ ઉપરાંતની રોજગારી પુરી પાડી ત્રણે પંચાયતોમાંં મનરેગા હેઠળ 1857 બોગસ જોબકાર્ડ બનાવી નાણાંકીય કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
ધોધંબાની જોરાપુરા(વાંગરવા) પંચાયતમાં 721 બોગસ જોબકાર્ડ બનાવી રૂા.28384 લાખ, પાલ્લા ગ્રામ પંચાયતમાં 357 બોગસ જોબકાર્ડ બનાવી રૂા.12.94 લાખ, માલુ ગ્રામ પંચાયતમાં 779 બોગસ જોબકાર્ડ બનાવી રૂા.38 લાખ મળી કુલ 80 લાખ રૂપીયાનું નાણાંકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં કમીટીના અહેવાલ મુજબ માલુ ગ્રામ પંચાયતમાં સરપંંચો અને સરકારી કર્મચારીઓના મેળાપીપણામાં એક કુટુંબના ડુપ્લીકેટ જોબકાર્ડ બનાવી ડબલ હાજરી પુરી વેતનની રકમ બે વખત મેળવી સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાં સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ રોજગાર સેવક તેમજ અન્ય અધિકારી-પદાધિકારીઓ સંયુકત જવાબદારી થતી હોય જેવી રૂા.38,36,645/-લાખની સરકારી નાણાંની વસુલાત કરવા જવાબદાર ઠેરવેલ સામે ફરિયાદ નોંધાઈ જોરાપુરા (વાંગરવા)માં મનરેગા યોજના અંતર્ગત બોગસ જોબકાર્ડ બનાવી રૂા.28,84,598/-લાખની નાણાંકીય કૌભાંડ માટે પદાધિકારી અને અધિકારી-કર્મચારીઓ મળી 22 લોકો વિરૂદ્ધ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પાલ્લા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ 357 બોગસ જોબકાર્ડ બનાવી 100 દિવસ ઉપરાંતની રોજગારી આપીને રૂા.12,94,222/-લાખની નાણાંકીય ગેરરીતિ માટે જવાબદાર સરપંચ, તલાટી કમ મંત્રી અને પદાધિકારી, કર્મચારી મળી 23 લોકો વિરૂદ્ધ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ધોધંબા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં સામે આવેલ મનરેગા યોજના હેઠળ બોગસ જોબકાર્ડ બનાવી તેમાંં પણ એક કુટુંંબના સભ્યોના જોબકાર્ડ ઉપર 100 દિવસ ઉપરાંતની રોજગારી પુરી પાડીને આચરવામાં આવેલ નાણાંકીય કૌભાંડ તપાસમાં ખુલતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ત્રણ ગ્રામ પંચાયતોના વિરૂદ્ધ દામાવાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ધોધંબા તાલુકાના તત્કાલીન 5- તાલુકા વિકાસ, 3-પંચાયતના સરપંચ, 5- સરપંચ, 9- તલાટી કમ મંત્રી, 7- જી.આર.એસ., 10- ટેકનીકલ આસીસ્ટન્ટ, 6- એપીઓ, 3-એમ.આઈ.એસ., 4- અ.મ.ઈ., 1- આંંકડા અધિકારી, 1- આસી વર્ક મેનેજર મળી કુલ 51 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા જીલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે.
બોકસ: પાલ્લા, માલુ અને જોરાપુરાા (વાં) પંચાયતમાં 2009 થી 2014 સુધી મનરેગા જોબકાર્ડ કૌભાંડની 51 સામે પોલીસ ફરિયાદ…..
(1) પાલ્લા ગ્રામ પંચાયતમાં….
ભવાનસિંહ ગુમાનસિંહ રાઠવા (સરપંચ), 2. રમીલાબેન રૂપસિંગભાઈ રાઠવા (સરપંચ), 3. પી.બી.મકવાણા (ત.ક.મંંત્રી), 4. રાઠવા એન.બી. (જી.આર.એસ.), 5. એમ.એમ.પટણી (તાલુકા વિકાસ અધિકારી), 6. એસ.વાય.ગોસાવી (તાલુકા વિકાસ અધિકારી), 7. એન.ઝેડ.મુનિયા (તાલુકા વિકાસ અધિકારી), 8. જે.આર.પટેલ (તાલુકા વિકાસ અધિકારી), 9.વી.એમ.પરમાર (તાલુકા વિકાસ અધિકારી), 10.કે.આર.ચૌધરી (અ.મ.ઈ), 11. પી.એન.રામનંદી (અ.મ.ઈ.), 12. બી.ટી.મેસુરીયા (અ.મ.ઈ.), 13. યુ.જે.પરમાર ( એ.પી.ઓ.), 14.બી.એમ.પટેલ (એ.પી.ઓ.), 15. એન.એચ.વણકર (આસી.વર્કસ મેનેજર), 16. એન.પી.શાહ (ટી.એ.), 17.જે.એમ.પટેલ (ટી.એ.), 18. એ.એન.પંચાલ (એમ.આઈ.એસ.), 19. વી.ડી.પરમાર (એમ.આઈ.એસ.), 20.આર.આઈ.વરીયા (એમ.આઈ.એસ.), 21. બી.બી.પઢીયાર (આંકડા અધિકારી).
(2) જોરાપુરા (વાંગરવા) ગ્રામ પંચાયત…..
રમેશભાઈ સાવકુણભાઈ બારીયા (સરપંચ), 2. એન.વી.પરમાર (તલાટી કમ મંત્રી), 3.પી.આર.પટેલ (તલાટી કમ મંત્રી), 4. એસ.સી.સુથાર (તલાટી કમ મંત્રી), 5. સી.સી.રાઠવા (તલાટી કમ મંત્રી), 6. કે.જી.બારીયા ( જી.આર.એસ.), 7. એચ.બી.પટેલીયા (જી.આર.એસ.), 8. એસ.વાય.ગોસાવી (ટી.ડી.ઓ.), 9. એન.ઝેડ.મુનીયા (ટી.ડી.ઓે.), 10. જે.આર.પટેલ (ટી.ડી.ઓ.), 11. એચ.એ.પટેલ (ટી.એ.).
(3) માલુ ગ્રામ પંચાયતમાં….
લલ્લુભાઈ કલજીભાઈ રાઠવા (સરપંચ), 2. રમીલાબેન ગણપતભાઈ નાયક (સરપંંચ), 3. વી.વી.રાવત (તલાટી કમ મંત્રી), 4. એસ.બી.રાવત (તલાટી કમ મંત્રી), 5. એલ.ઝેડ.રાઠવા (તલાટી કમ મંત્રી), 6. કે.બી.બારીયા (જી.આર.એસ.), 7. એચ.ડી.સોલંકી (જી.આર.એસ.), 8. એ.આર.બારીયા (જી.આર.એસ.), 9. એસ.એન.રાઠવા (જી.આર.એસ.), 10. કે.આર.ચૌધરી (અ.મ.ઈ -ટી.એ.), 11. પી.એમ.રામનંદી (અ.મ.ઈ.), 12. બી.ટી.મસુરાયા (અ.મ.ઈ.), 13. યુ.જે.પરમાર (એ.પી.ઓ.), 14.બી.એમ.પરમાર (એ.પી.ઓ.), 15. એન.એચ.વણકર (આસી.વર્કર મેનેજર), 16. જે.એમ.પટેલ (ટી.એ.), 17. વી.બી.પંચાલ (ટી.એ.).