ધોધંબા તાલુકાના ગુંદી પીએચસી પાસે નિષ્ઠુર માતાએ બાળકનો મૃતદેહ પ્લાસ્ટીકની થેલીમાં ભરી ફેંકી દેતા ફરિયાદ

ધોધંબા, ધોધંબા તાલુકાના ગુંદી ગામે પી.એચ.સી. દવાખાનાની બાજુમાં કોઈ અજાણી સ્ત્રીએ બાળકને જન્મ આપી બાળકનો મૃતદેહ પ્લાસ્ટીકમાં મૂકી બાળકનો જન્મ છુપાવવા ત્યજી દઈ ગુનો કર્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ગુંદી ગામે પી.એચ.સી. દવાખાનાની બાજુમાં રોડ સાઈડમાં કોઇ અજાણી મહિલાએ બાળકને જન્મ આપી બાળકનો મૃતદેહ પ્લાસ્ટીકની થેલીમાં રાખી બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દઈ ગુનો કર્યો હોય નિષ્ઠુર માતા વિરૂદ્ધ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.