ધોધંબા તાલુકાના દેવલી કુવા ગામે રોડ ઉપર ચેકીંગ દરમિયાન સ્વીફટ ડીઝાયર ગાડી માંથી 32 હજારનો દારૂ ઝડપ્યો

ધોધંબા, ધોધંબા તાલુકાના દેવલીકુવા રોડ ઉપર દામાવાવ પોલીસના વાહન ચેકીંગ દરમિયાન સ્વીફટ ડીઝાયર ગાડીના ચાલક પોલીસ ચેકીંગ દેખી નાશી છુટતા પોલીસે વાહન તપાસ કરી ઈંગ્લીશ દારૂ 32,242/-રૂપીયા તેમજ ગાડી મળી કિંમત 2,32,242/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના દેવલીકુવા રોડ ઉપર સ્વીફટ ડીઝાયર ગાડી નં.જીજે.01.કેજે.6791 ગાડીના ચાલક દામાવાવ પોલીસના વાહન ચેકીંગ જોઈ ગાડી મૂકી નાશી છુટીયા હતા. પોલીસે સ્વીફટ ડીઝાયરનુંં ચેકીંગ કરતા વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ વ્હીસ્કી કવાટરીયા નંગ-238, સુપર સ્ટોંગ પતરાના ટીન બીયર નંગ-84 મળી કુલ 32,242/-રૂપીયાના ઈંગ્લીશ દારૂ અને સ્વીફટ ડીઝાયર ગાડી મળી કિંમત 2,32,242/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડી. આ બાબતે દામાવાવ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ઝડપી પાડવામાં આવ્યો.