ધોધંબા તાલુકાના દામાવાવ ચોકડી ખાતે હાલોલ પ્રાંત અધિકારીએ રાત્રીના સમયે ચેકીંંગ કરી રેતી અને લાકડા ભરેલ 6 વાહનો ઝડપી પાડતાં રેતી અને લાકડા ચોરોમાં ફફડાટ

ધોધંબા,ધોધંબા તાલુકાના દામાવાવ ચોકડી ઉપર રાત્રીના સમયે હાલોલ પ્રાંત અધિકારીએ ધોધંબા મામલતદાર સાથે ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન રેતી ભરી પસાર થતાં ત્રણ હાઈવા અને ગેરકાયદેસર લાકડા ભરી જતાં બે ટ્રેકટર મળી પાંચ વાહનોને સીઝ કરવામાં આવ્યા. ખનિજ ચોરી અને લાકડાની ગેરકાયદેસર છેદન અને વહન મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં ખનિજ ચોર અને લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ધોધંબા-દે.બારીયા રોડ ઉ5ર આવેલ દામાવાવ અને આસપાસના ડુંગરો અને જંગલો માંથી લાકડા ચોરો માટે તેમજ ખનિજ માફિયાઓ માટે મોકળું મેદાન હોય તેમ આડેધડ રીતે લાકડા ચોરો જંગલ માંથી લીલા વૃક્ષોનું છેદન કરીને લાકડાઓ ભરી વાહનો મારફતે વહન કરતા હોય અને ખનિજ માફિયાઓ કોઈપણ જાતની રોકટોક વગર ગેરકાયદેસર રેતીનું ખનન અને વહન કરતા હોય છે. ધોધંબા તાલુકામાં ખનિજ ચોરીને અટકાવવાની કામગીરી મામલતદાર કચેરી તેમજ જંગલના વૃક્ષોનુંં છેદન અટકાવવા માટે ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરવાની થતી હોય છે, પરંતુ ધોધંબા-દે.બારીયા રોડ ઉપર અત્યાર સુધી કાર્યવાહી થઈ ન હોય ત્યારે હાલોલ ઈન્ચા. ના.કલેકટર(પ્રાંત અધિકારી) એચ.ટી.મકવાણાએ ધોધંબા મામલતદાર સાથે રાખીને દામાવાવ ચોકડી પાસે ચેકીંગ કરાયુંં હતું અને રાત્રીના સમયે ઓવરલોડ રેતી ભરીને પસાર થતાં ત્રણ હાઈવા તેમજ લાકડા ભરીને પસાર થતાં એક ટ્રેકટર અને બે ટ્રક ઝડપી પાડવામાંં આવ્યા હતા. રેતી ભરેલ હાઈવા અને લાકડા સાથે પકડાયેલ ટ્રેકટર બે ટ્રક મળી 6 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. લાકડા ચોરી અને ખનિજ રેતી વહનમાં ઝડપાયેલ વાહનો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઈનીંંગ એન્ડ ટ્રાન્સપોર્ટ રૂલ્સ 2017 તેમજ લાકડા ભરીને વહન કરતાં ઝડપાયેલ હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરી અને લાકડાનું વહન કરતાં વાહનોને ઝડપી પાડતાં ખનિજ અને લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ધોધંબાના દામાવાવ વિસ્તારના જંગલ માંથી વૃક્ષોનું ગેરકાયદેસર છેદન અને વહન કરતાં વાહનો પ્રાંત અધિકારીએ ઝડપ્યા…..

પંચમહાલ જીલ્લાના ધોધંબા તાલુકાના દામાવાવ વિસ્તારના જંગલો લાકડા ચોરો માટે ખુલ્લુ મેદાન હોય તેવો ધાટ છે. આ વિસ્તારો માંથી રાત્રીના સમયે મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું છેદન કરીને લાકડાની ચોરી મોટા પ્રમાણમાં થતી હોય છે, પરંતુ ફોરેસ્ટ વિભાગના કર્મીઓની રહેમ અને મીઠી નજર હેઠળ લાકડા ચોરીનો વ્યવસાય મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે પરંતુ કોઈ ફોરેસ્ટ અધિકારી કે અન્ય જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી નથી. ત્યારે હાલોલ ઈન્ચા. નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) દ્વારા લાકડા વહન કરતાં વાહનોને ઝડપી પાડતાં વૃક્ષોનું નિકંદન અને છેદન કરતાં લાકડા ચોરોમાં છુપો ફફડાટ જોવા મળ્યો છે. સાથે ધોધંબા તાલુકાના વૃક્ષોના છેદન અને નિકંદન સામે ફોરેસ્ટ વિભાગની કાર્યવાહીથી બચતી હોવાનું પણ ફલિત થયું છે.

દામાવાવ વિસ્તારમાં રેતી ખનન કરતાં ત્રણ વાહનોને પ્રાંત અધિકારીએ ઝડપ્યા….

ધોધંબા તાલુકાના દામાવાવ-દે.બારીયા રોડ ખનિજ ચોરો માટે મોકળું મેદાન સમાન છે. કારણ કે, દામાવાવ રોડ ઉપર રેતી અને અન્ય ખનિજ ચોરી કરી વહન કરતાં વાહનો સામે કાર્યવાહી નામ માત્ર થતી હોય અને ખનિજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ રેતીના વાહનો મોટાભાગે રાત્રીના સમયે હેરાફેરી કરતા હોય છે. ખનિજ વિભાગ કે સ્થાનિક તંત્ર પણ આવી ખનિજ ચોરી અટકાવવા મકકમ ન હોય તેનો લાભ લઈને ખનિજ ચોરો બેફામ બનતા હોય ત્યારે હાલોલ ઈન્ચા. ના.કલેકટર (પ્રાંત અધિકારી)એ દામાવાવ રોડ ઉપર રાત્રીના સમયે ચેકીંગ કરી ઓવર લોડ રેતી ભરેલ ત્રણ હાઈવા ઝડપી પાડતાં ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.