ઘોઘંબા તાલુકા મથકે રજપુત ફળિયામાં મારૂતિ કંપનીની ઇકો સીએનજી ગાડી બળીને ભડથું

ધોધંબા,ઘોઘંબા ગામમાં રહેતા જીગરકુમાર દિલીપભાઈ દરજીની પોતાની માલિકીની સીએનજી ઇકો મારૂતિ કંપનીની ગાડીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી. આસપાસના રહીશોની નજર પડતા બૂમાબૂમ કરી મોટી સંખ્યામાં લોકો ટોળા ભેગા થઈ ગયા હતા. પરંતુ જોતા જોતામાં ગાડી સળગીને ખાખ થઈ ગયેલી. જીગરકુમાર દરજી થોડા સમય પહેલા પોતાના પરિવાર અને સગા સંબંધી સાથે બહાર ગામ ગયેલા હતા. તે પરત થઈને ગાડી પાર્ક કરીને પોતાના ઘરે ગયા. એટલામા તેની પાંચ જ મિનિટમાં ગાડીમાં પોતાની જાતે જ આગ ભભૂકી ઉઠી હતી. ગામના લોકો ભેગા થઈ અને સ્થાનિક કક્ષાએ પાણીના ટેન્કરથી આગ ઓલવવાના પ્રયત્ન કર્યા હતા તથા ગુજરાત ક્લોરો કેમિકલ રણજીત નગરમાંથી ફાયર બ્રિગેડ સિસ્ટમના જવાનો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. આટલી મોટી અકસ્મિક ઘટના બનવા છતાં કોઈ જાન હાની થઈ નથી.