ઘોઘંબા તાલુકા મથકે ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપના માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી

ઘોઘંબા તાલુકામાં દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ઘોઘંબા તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના કરવા જગ્યા ફાળવણીની લેખિત રજૂઆત કરવામાં આવી. સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા હાલોલ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્યોને ઘોઘંબા ગામમાં જુના બસ સ્ટેશન પાસે જમીન ફાળવણી કરી આપવા અને મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના કરવા જગ્યા ફાળવણીની મંજૂરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. બંને ધારાસભ્યો દ્વારા પ્રતિમા સ્થાપન માટે ટૂંક સમયમાં જગ્યા ફાળવણી કરી આપવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે. હાલોલના ધારાસભ્ય જયન્દ્રથસિંહ પરમાર દ્વારા વહીવટી તંત્રમાં રજૂઆત કરી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ છે. ઘોઘંબા ગામ તથા આસપાસમાં ક્ષત્રિય સમાજમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપના માટે જગ્યા ફાળવણીની હૈયાં ધારણા મળતા ખુશીનો માહોલ ફેલાયો છે.