ઘોઘંબા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ અને લાકડા ચોરો ઉપર જઉખ નો સપાટો, છ વાહનો સિઝ કરતા બે નંબરીયાઓ માં ફફડાટ

ઘોઘંબા તાલુકાના દમાવાવ ચોકડી ઉપર થી ગઈ કાલે રાત્રે હાલોલ પ્રાંત અધિકારીએ અનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા ત્રણ હાઇવા ટ્રક એક ટ્રેક્ટર અને ગેરકાયદે લાકડા ભરી જતા બે ટ્રક પકડી પાડયા હતા. તમામ વાહનો સિઝ કરી ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે મોકલી આપી ગુજરાત પ્રીવેન્શન ઓફ ઈલિગલ માઈનીંગ એન્ડ ટ્રાન્સપોર્ટ રૂલ્સ 2017, અને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ઘોઘંબા-દેવગઢબારીયા રોડ ઉપર આવેલો દમાવાવ અને તેની આજુબાજુ નો ડુંગરાળ અને જંગલ વિસ્તાર બે નંબરમાં ખનીજ ચોરી કરનારાઓ અને લાકડા ચોરો માટે કમાણી કરવા માટે ઉત્તમ સાબિત થઈ રહ્યો છે, આ વિસ્તાર માં લખલૂટ માત્રામાં ખનીજ સંપત્તિ અને વન્ય સંપત્તિ ને લૂંટવામાં આ બે નંબરીયાઓ એ કોઈ કચાસ રાખી નથી, આ કુદરતી સંપત્તિ ને સાચવવાની જેઓની જવાબદારી છે, તે ઘોઘંબા તાલુકા મામલતદાર કચેરીના અધિકારીઓ અને ઘોઘંબા તાલુકામાં આવેલી વન વિભાગ ની રેન્જના રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ એ ભૂતકાળ માં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કોઈ જ નક્કર પગલાં ભર્યા ન હતા કે ભરવાની તેઓની ઇચ્છા શક્તિ નહીં હોય જે કહો તે પરંતુ ખનીજ માફિયાઓ અને વિરપ્પનો માટે અત્યાર સુધી સુરક્ષિત માનવામાં આવતા આ વિસ્તાર માંથી ગઈ કાલે રાત્રે હાલોલ નાયબ કલેક્ટર ના ચાર્જ માં આવેલા જીલ્લા પુરવઠા અધિકારી એ.ચટી. મકવાણા એ નવા આવેલા ઘોઘંબા મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, અને સ્ટાફ સાથે નીકળી ખનીજ ચોરી કરી જઈ રહેલા ચાર અને લાકડા ચોરી કરી જતા બે વાહનો ઝડપી પડતા આ ધંધામાં સંડોવાયેલા બે નંબરીયાઓ માં ફફડાટ ફેલાયો છે.

દમાવાવ ચોકડી પાસે થી રાત્રીના અંધારામાં ગેરકાયદે ઓવરલોડ રેતી ભરી જતા ત્રણ હાઇવા, એક ટ્રેક્ટર અને લીલા લાકડા ભરેલા બે ટ્રક ઝડપાઇ ગયા હતા, રાત્રે ઘોઘંબા મામલતદારને સાથે રાખી પેટ્રોલિંગમાં નીકળેલા હાલોલ પ્રાંત અધિકારી એ તમામ વાહનો સિઝ કરાવ્યા હતા, તમામને વજન કાંટા ઉપર વજન કરાવી મધ્ય રાત્રે ઘોઘંબા મામલતદાર કચેરીએ મોકલી આપી ખનીજ ચોરી કરી જતા વાહનો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઈનીંગ એન્ડ ટ્રાન્સપોર્ટ રૂલ્સ 2017 તથા લાકડા ના બે ટેમ્પો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ મુજબ કાર્યવાહી કરતા ખનીજ ચોરો, લાકડા ચોરો માજ નહીં આવી પ્રવૃત્તિઓ ને બેરોકટોક ચાલવા દઈ આંખ આડા કાન કરવા ની વૃત્તિ વાળા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.