ઘોઘંબાના શનિયાડા ગામે પરિણીત પ્રેમિકાએ તેના પ્રેમી સામે મળી અન્ય પ્રેમીને મોતને ધાટ ઉતાર્યો

ઘોઘંબા તાલુકાના શનિયાડા ગામે પ્રેમ સંબંધ મામલે યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિણિત પ્રેમિકા અને અન્ય પ્રેમી દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી યુવકને તિક્ષ્ણ હથિયાર વડે શરીરના વિવિધ ભાગો ઉપર જીવલેણ ધા કરી ખુન કરી નાંખ્યુ હતુ. બાદ મૃતદેહને કુવામાં નાંખી દઈ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘોઘંબા તાલુકાના શનિયાડા ગામે વણઝારા ફળિયામાં રહેતા અરવિંદભાઈ ગણપતભાઈ વણઝારાએ દામાવાવ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે,પરિણિતા આરોપી કાજલ રાહુલભાઈ વણઝારા તે આરોપી વિનોદ જગદીશ વણઝારા અને ફરિયાદીના ભત્રીજા મરણ જનાર સંજયકુમાર રાજેશભાઈ વણઝારાની સાથે પણ પ્રેમ સંબંધ હોય ત્યારે આ મામલે આરોપી વિનોદે જગદીશ વણઝારાએ પ્રેમ સંબંધની અદાવત રાખી બંને આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરિયાદીના ભત્રીજા મરણ જનાર સંજયકુમાર રાજેશભાઈ વણઝારાને ધરે બોલાવી મરણ જનાર સંજયને કોઈ તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે, મોઢા ઉપર, કપાળના ભાગે, નાક ઉપર, ગળાના ભાગે, બોચીના ભાગે, ડાબા હાથના કાંડાના ભાગે તેમજ ખભા ઉપર જીવલેણ ધા કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ખુન કરી મરણ જનાર સંજયકુમાર પોતે કુવામાં પડી મરણ પામ્યો હોવાનુ બતાવવા માટે પુરાવાના નાશ કરવાના ઈરાદે મરણ જનાર સંજયકુમારની લાશને ફરિયાદીના સહિયારા કુવામાં નાંખી દઈ એકબીજાની મદદગારી કરી હતી. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.