ઘોઘંબા, ઘોઘંબામાં સરકારી મકાનનો ગેરકાયદેસર કબ્જો કરી ખાનગી ઉપયોગ કરતા ટી.ડી.ઓ.દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે ટી.ડી.ઓ.ની હાજરીમાં કબ્જો પરત લેવાયો હતો.
ઘોઘંબા વિસ્તારમાં આવેલા સાર્વજનિક સમાજ ધરમાં ગેરકાયદેસર કબ્જો જમાવી ખાનગી ઉપયોગ કરવામાં આવતો હતો. જે બાબતે ગ્રામ પંચાયત ઘોઘંબા દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દબાણકર્તાઓ દ્વારા કબ્જો પરત આપવામાં ન આવતા ઘોઘંબા ગ્રામ પંચાયતને નિયમ મુજબ તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરી હતી. જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરી નોટિસ બજાવવામાં આવી હતી. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા સ્થળ ઉપર જઈ પંચનામુ કરી સમાજ ધરનો કબ્જો પંચાયતના હસ્તક લેવાયો હતો.