ઘોઘંબા રાત્રિ ગ્રામસભામાં પોલીસે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા બાંહેધરી આપી

ઘોઘંબા, પંચમહાલ એસ.પી. હિમાંશુ સોલંકીની સુચનાથી લોકોમાં પોલીસની સારી ઈમેજ અને પ્રજાની સમસ્યાઓ સાંભળવા માટે તમામ પોલીસ સ્ટેશન ખાતે સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે ઘોઘંબામાં આવેલ નવીન પીએસઆઈ રાઠોડ દ્વારા ઘોઘંબા મેઈન બજારમાં રાત્રિસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઘોઘંબા ભાજપના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ ઉપરાંત વેપારી મંડળના પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહ અને તમામ દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઈ રાઠોડે ગ્રામજનોને કેટલાક કાયદાઓ હાથમાં ન લેવાની સલાહ આપી હતી. જયારે ગ્રામજનો દ્વારા રજુ કરવામાં આવેલ સમસ્યાનો ઉકેલ વહેલી તકે લાવવા માટે તેમને બાંહેધરી આપવામાં આવી હતી. જેમાં ઘોઘંબાના મેઈન બજારમાં થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ અને સ્કુલો આગળ પ્રાઈવેટ વાહનો પાર્કિંગ કરીને આવતી-જતી વિધાર્થીઓને છેડતી કરનાર લોકોને ખાસ કાયદાના પાઠ ભણાવવાની અપીલ કરવામાં આવી હતી. જયારે નવીન ગ્રામ પંચાયત દ્વારા લાવવામાં આવેલ સફાઈ મશીનનુ પીએસઆઈ દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ.