ધોધંબા રાજગઢ પોલીસ મથક વિસ્તારની આશ્રમ શાળાના લંપટ શિક્ષક દ્વારા સગીરા વિદ્યાર્થીની છેડતી કરતાં પોલીસ ફરિયાદ.

ધોધંબા,ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ મથકની હદમાં આવેલ આશ્રમ શાળામાં સગીરવયની વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરતાં રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ આશ્રમ શાળામાંં રહેતી સગીર વયની વિદ્યાર્થીનીની છેડતી શિક્ષક દ્વારા કરવામાં આવી હતી. આશ્રમ શાળામાંં ફરજ બજાવતા શિક્ષક યોગેશ પટેલના માથે હેવાન સવાર થતાં સગીર વિદ્યાર્થીનીને પકડી શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની દ્વારા પ્રતિકાર કરીને આ લંપટ શિક્ષકની ફરિયાદ વાલીને કરતાં સગીરાના વાલી દ્વારા રાજગઢ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરાઈ.