ધોધંબા પોલીસ મથકના વાહન અકસ્માતના ગુન્હાના આરોપીને ધોધંબા ખાતેથી ઝડપ્યો

ગોધરા, છેલ્લાં 12 વર્ષથી રાજગઢ પોલીસ મથકના વાહન અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા અને બહુરૂપીનું રૂપ ધારણ કરી પોલીસ પકડથી બચત ફરતા આરોપીને પંચમહાલ એલ.સી.બી.પોલીસે બાતમીનાં આધારે ઘોઘબાનાં બજારમાંથી ઝડપી પાડયો હતો. આરોપી બહરૂપી નું રૂપ ધારણ કરી નાસતો ફરતો હતો. પંચમહાલ એલ.સી.બી.પોલીસ દ્વારા હ્યુમન સોર્શિસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે માહિતી મેળવી હતી કે રાજગઢ પોલીસ મથક ખાતે વર્ષ 2011માં નોંધાયેલા વાહન અકસ્માતનાં ગુન્હામાં સંડોવાયેલો અને પોલીસ થી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પુનારામ ઉર્ફે પુનમભાઈ કાંતિભાઈ દવે,રહે.વૃંદાવન સોસાયટી,કાલોલ હાલમાં ઘોઘબાનાં બજારમાં આવેલો છે.જે બાતમી આધારે પંચમહાલ એલ.સી.બી.પોલીસે ચોક્કસ બાતમી વાળી જગ્યાએ જઈ વોચ રાખી ઉપરોક્ત આરોપી ને ઝડપી પાડયો હતો.તેમજ આરોપી વિરૂદ્ધ વધુ કાર્યવાહી અર્થે રાજગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.