
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના ઘોઘંબા-પાવાગઢ તરફ જતાં માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી બાઈક ચાલકને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે વડોદરા ખસેડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘંંબાના પાવાગઢ તરફ જતાં માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હકારી લાવી ભરતસિંહ અભેસિંહ બારીયા (રહે. સુરત સલામતપુરા, પોલીસ લાઈન)ને બાઈકને પાછળ થી ટકકર મારતાં બાઈક સાથે રોડ સાઈડમાં ફેંકાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હાલોલ સી.એચ.સી. અને ત્યાંં વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં દાખલ કરવામાંં આવ્યા હતા. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાંં આવ્યા. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.