ઘોઘંબાના કોઠાયડી ગામે રોડ ઉપર પીકઅપમાં કતલના ઈરાદે લઈ જવાતા 8 પશુઓને બચાવી લેવાયા

ઘોઘંબા,ઘોઘંબા તાલુકાના કોઠાયડી ગામે પુલ નજીક રોડ ઉપર પીકઅપ ગાડામાં કતલના ઈરાદે પશુઓ ભરીને જતા હોય જેને દામાવાવ પોલીસે રોકીને 8 પશુઓ કિ.રૂ.34,000/-ને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2,84,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના કોઠાયડી ગામે પુલ નજીક રોડ ઉપર દામાવાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીકઅપ ડાલા નં.જીજે-17-યુયુ-3199નો ચાલક ગેરકાયદેસર કતલના ઈરાદે પશુઓને ધાસચારો કે પાણી વગર લઈ જતો હોય પીકઅપ ગાડીના ચાલકે દુરથી પોલીસનુ વાહન દેખી પીકઅપ સ્થળ મુકી નાસી છુટયો હતો. પોલીસે વાહનના ચેકિંગ દરમિયાન પાડા નંગ-3, પાડીઓ નંગ-5 મળી કુલ 8 પશુઓ કિ.રૂ.34,000/-ને બચાવી તથા બોલેરો પીકઅપ ગાડી મળી કુલ રૂ.2,84,000/-મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે દામાવાવ પોલીસ મથકે પીકઅપ ચાલક વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.