ધોધંબા,ઘોઘંબામાં આવેલી નાલંદા વિદ્યાલયમાં દ્વારા શાળાના વાર્ષિકોત્સવની હર્ષ ઉલ્લાસ અને સંસ્કૃતિક પોગ્રામો સાથે ઉજવાની કરવામાં આવી હતી. જેમાં પ.પૂ. મીરા માં તથા ધર્મેશભાઈ મેહતાએ મુખ્ય અતિથિ તરીકે શાળાના વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમનું ઉદઘાટન પ.પૂ. મીરા માં ના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂઆત દિપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. પછાત ગણાતા ઘોઘંબા તાલુકાની બાળકોમાં શિક્ષણ અને સંસ્કાર વતી એક અલગ જ ઓળખાણ ઊભી કરે છે.
શિક્ષણની સાથે બાળકોને સંસ્કાર અને દેશભક્તિના ભાટ શીખવતી શાળા ઈતર પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જ્યારે શિક્ષણમાં પણ નાલંદા વિદ્યાલયના બાળકો જિલ્લામાં 1 થી 5 ક્રમાંક મેળવે છે.
નવીપેડી અને જૂની સંસ્કૃતિના સમન્વય સાથે યોજાયેલા સંસ્કૃતિક કાર્યક્રમ માં ભારતના દરેક રાજ્યો ની વેસભૂષા તથા સંસ્કૃતિની ઝાંખી કરાવતા પોગ્રામ બાળકોએ રજુ કર્યા હતા.
ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આબેહૂબ પાત્રએ હાજર શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. શિક્ષણ સાથે ધાર્મિક જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. શાળાની વિદ્યાર્થીની દ્વારા ભગવત ગીતા વિશે આપેલ પ્રવચન તાળીઓથી વધાવી લીધું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં પસંદ કરવામાં આવેલા ગીતો વેશભૂષા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા અને સમાજ માટે ઉદાહરણ રૂપ હતા. કલા નિહાળી પ.પૂ. મીરા માંએ પૌરાણિક યુગમાં વિદ્યા પૂરૂં પાડતી નાલંદા વિદ્યાપીઠ સાથે સરખામણી કરી હતી. જ્યારે ધર્મેશભાઈ મહેતાએ શિક્ષણના વ્યાપાર કરણથી પર જઈ નજીવી ફી મા ઉત્તમ શિક્ષણ આપતી નાલંદા વિદ્યાલયના વખાણ કર્યા હતા. શાળા પરિવાર દ્વારા પ.પૂ. મીરા માંને પાવાગઢ થી આવેલ મહાકાળી માતાની ચુંદડી તેમજ શાળાના બાળકોએ બનાવેલી ચિત્ર કલાકૃતિ ભેટ આપી હતી.
આજના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ગ્રામજનો વાલીઓ શાળાના વિદ્યાર્થીઓ તથા નાલંદા વિદ્યાલયના રીછવાની, હાલોલ, જરોદ તથા ઘોઘંબા સ્ટાફ હાજર રહ્યા હતા.
શાળાના ટ્રસ્ટી કુ. ભગવતીબેન જોશી તથા નેહલબેન જોશી દ્વારા દરેક ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારો રાષ્ટ્રીય પુરૂષોની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાના ધ્યેય સાથે શાળા પરિવાર તનતોડ મહેનત કરી બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાની સફળતા પ્રાપ્ત થાય છે.