ઘોઘંબા,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના અનુલક્ષી આજરોજ ઘોઘંબા નગરમાં આર્મી જવાનો તથા રાજગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. રાજગઢ પોલીસ મથક થી ઘોઘંબા ફાટક સુધી શીસ્ટ બંધ રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ડિસેમ્બરમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીઓ શાંતિ અને સલામતી સાથે યોજાય તે માટે આર્મી અને પોલીસ પ્રશાસન દ્વારા યોજાયેલા ફ્લેગ માર્ચ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.