
- લોકસભા સામાન્ય ચૂંટણી -2024 અંતર્ગત ઘોઘંબા બજારમાં સીઆઇએસએફના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ કાર્યક્રમ યોજાય.
ધોધંબા,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ઘોઘંબા બજારમાં સીઆઇએસએફ (સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ)ના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઘોઘંબા મામલતદાર કચેરીથી રાજગઢ પોલીસ સ્ટેશન સુધી બજારના માર્ગે જવાનો દ્વારા ચૂંટણી શાંતિનો સંદેશો પહોંચાડ્યો હતો. આ કાર્યક્રમમાં રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ. રાઠોડ તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. અગામી યોજનાર લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય અને લોકશાહીની ગરિમા જળવાય તેવો શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.