ઘોઘંબામાં વૈજનાથ મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી

ધોધંબા, ભગવાન શિવની પૂજા કરવાની મહા રાત્રે એટલે મહાશિવરાત્રી. ઘોઘંબા ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આજે સવારથી જ માંડીને ભાવિક ભક્તોનો ખૂબ જ મોટી મહેરામણ જોવા મળી હતી.ભગવાન ભોળાનાથને ઉપાસના કરવાનું પાવન પવિત્ર પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ. આ દિવસે ભગવાન વૈધનાથ મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. મહા મહિનાની કૃષ્ણ પક્ષને તેરસના રોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હિન્દુ સમાજમાં શિવરાત્રીનો તહેવાર ભાવિક ભક્તો દ્વારા હર્ષોઉલ્લાસ સાથે તમામ શિવાલયોમાં ઊજજવામાં આવી રહ્યો છે. શિવરાત્રીના મહાપર્વની તૈયારી માટે અગાઉના ઘણા દિવસોથી મંદિરમાં તૈયારીઓ ચાલતી હોય છે અને મંદિરને શણગારવામાં આવે છે. ભોળાનાથના મહાપ્રસાદ તરીકે ઉપવાસ અર્થે બટાકા અને શકકરીયાનો ફરાળ પણ ભાવિક ભક્તોને પીરસવામાં આવ્યો. ભાંગ પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ઘોઘંબા ગામને આજુબાજુના ગામો માંથી ભાઈઓ-બહેનો અને મહાદેવના ઉપાસક શિવ ભક્તો પણ મોટી સંખ્યામાં આખો દિવસ આ મંદિરે અવર-જવર હોય છે. બપોરના ત્રણ વાગ્યા પછી મહાદેવની પાલખી યાત્રાના સ્વરૂપે ડી.જે, ઢોલ, નગારા વાજિંત્રો સાથે ઘોઘંબા ગામમાં વરઘોડો નીકળ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં ભાઈઓ- બહેનો અને વડીલો જોડાયા હતા. મંદિરના પૂજારી કંચનગીરી મહારાજ સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.