ઘોઘંબાના ઉંઠવા ગામે ઢોલ વગાડવાને લઈ ઉપાડ માંગતા માર માર્યો હતો તે સારવાર નહિ કરાવતા 57 વર્ષિય આધેડનુ મોત

ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ઉડાવા ગામે રહેતા 57 વર્ષિય આધેડ વ્યકિત 14મેના રોજ લગ્નમાં ઢોલ વગાડવા ગયેલ હોય અને 15મેના રોજ 200 રૂપિયાના ઉપાડ માંગતા પિતા અને પુત્રએ લગ્ન થયા વગર પૈસા માંગે છે તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. મરણ જનારે દવા સારવાર કરાવી ન હોય જેને લઈ મરણ જતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ઉડાવા ગામે રહેતા નાયકભાઈ કાગડાભાઈ હરીજન (ઉ.વ.57)ને 14મેના રોજ ભયલુભાઈ બચુભાઈ રાઠવાના લગ્નમાં ઢોલ વગાડવા ગયેલ હતો અને 15મેના રોજ નાયકાભાઈ હરીજન ભયલુભાઈ રાઠવા પાસે 200 રૂપિયા ઉપાડ માંગ્યો હતો ત્યારે ભયલુભાઈ અને તેના પિતા બચુભાઈ રાઠવાએ લગ્ન થયા નથી અને પૈસા માંગે છે તેમ કહીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેની નાયકાભાઈ હરીજને દવા સારવાર કરાવી ન હોય અને 18મેના રોજ મરણ ગયેલ હોય આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.