ધોધંબાના ઉમરીખેડાની ડુંગરીમાં જુગાર રમતા ચાર જુગારીયાને દામાવાવ પોલીસે ઝડપી પાડયા

ધોધંબા, ધોધંબા તાલુકાના ઉમરીખેડા (સીમલીયા) ગામે ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા સ્થળે દામાવાવ પોલીસે રેઈડ કરી ચાર ઈસમોને રોકડા 12,020/-રૂપીયા સાથે ઝડપ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંંબા તાલુકાના ઉમરીખેડા (સીમલીયા) ગામે ડુંંગરીમાં ઝાડ નીચે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે દામાવાવ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન લક્ષ્મણ મેરચંદભઈ વણઝારા, રાજેન્દ્ર લક્ષ્મણસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ, રમેશ દેવાભાઇ વણઝારાને ઝડપી પાડવામાં આવ્યા. ઝડપાયેલ ઈસમોની અંંગઝડતી અને દાવ ઉપર મુકેલ રોકડા 12,020/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.