- સપ્તાહથી સાઉથ આફ્રિકામાં મૃત્યુ પામેલ શ્રમજીવીનો પરિવાર અંતિમ સંંસ્કાર માટે મૃતદેહ વતનમાં લાવવાની આશ.
- જીલ્લા કલેકટર દ્વારા શ્રમજીવીના મૃતદેહને ભારત લાવવા જરૂરી કાર્યવાહી કરી.
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના સીમલીયા નિકોલા ગામના શ્રમજીવીનુંં દક્ષિણ આફ્રિકામાં એક સપ્તાહ પહેલા મોત નિપજવા પામ્યું છે. દક્ષિણ આફ્રિકાથી શ્રમજીવીનો મૃતદેહ અંંતિમ સંસ્કાર માટે વતન લાવવા માટે પરિવારજનો ભુખ્યા તરસ્યા બેસી રહ્યા હોય ત્યારે મૃતદેહને ભારત વતનમાં લાવવા માટે ધારાસભ્ય દ્વારા સાંસદને રજુઆત કરવામાં સાંસદ દ્વારા વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી મૃતદેહ ભારત લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.
ઘોઘંબા તાલુકાના સીમલીયા નિકોલ ગામના બાબુભાઇ બારીયા જે ભુજની કંપની મારફતે છેલ્લા કેટલાય વર્ષોથી રોજગારી અર્થે સાઉથ આફ્રિકા ખાતે ગયા હતા અને છેલ્લા બે વર્ષ પહેલા વતનમાં આવ્યા હતા પછી દક્ષિણ આફ્રિકા ગયા બાદ છેલ્લ એક સપ્તાહ પહેલા બાબુભાઈ બારીયાનું સાઉથ આફ્રિકા ખાતે મોત નિપજેલ હોય બાબુભાઈના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા તેમના મૃતદેહને અંંતિમ સંસ્કાર માટે વતન ભારતમાં લાવવા માટે વલોપાત કરી રહ્યા છે અને પરિવારજનો મૃતક બાબુભાઈનો મૃતદેહ ભારત વતનમાં અંતિમ સંસ્કાર માટે સરકાર પાસે મદદ માંંગી રહ્યા છે અને મૃતકનો પરિવાર અંંતિમ સંસ્કાર માટે મૃતદેહ ભારત લવાય તેવી આશા સાથે છેલ્લા સપ્તાહ થી ભુખ્યો તરસ્યો વલોપાત કરી રહ્યો છે. ધારાસભ્ય દ્વારા બાબુભાઈનો મૃતદેહ વતનમાં લાવવા માટે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડને રજુઆત કરતાં સાંસદ દ્વારા જીલ્લા કલેકટર મારફતે જરૂરી કાગળી કાર્યવાહી કરીને ભારત વિદેશ મંત્રાલય અને વિદેશ મંંત્રીને મળીને પંંચમહાલ જીલ્લાના મૃતકનો મૃતદેહ અંતિમ સંંસ્કાર માટે ભારતમાં લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.