ઘોઘંબાના સીમલીયા ગામ પાસે ઈકો ગાડીએ બાઈક ચાલકને અડફેટે લેતા મોત

ગોધરા,

દામાવાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સીમલીયા ગામે ઈકો ગાડીના ચાલકે રોંગ સાઈડમાં ગાડી હંકારી સામેથી આવતા બાઈક ચાલકને અડફેટમાં લેતા તેનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. જયારે બાઈકની પાછળ બેઠેલા તેના મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ગાડીનો ચાલક ગાડી સ્થળ ઉપર મુકી ફરાર થઈ ગયો હતો.

દાહોદ જિલ્લાના દે.બારીઆ તાલુકાના ખાંડણીયા માળ ફળિયામાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ નાયક તેના મિત્ર પંજયભાઈ રણછોડભાઈ બારીયા સાથે બાઈક પર દામાવાવ પાસેના સીમલીયા ગામ પાસેથી પસાર થતા હતા દરમિયાન ઈકો કારનો ચાલક રોંગ સાઈડે પોતાની ગાડી લઈને સામેથી આવતા મુકેશભાઈની બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક ચાલક અને તેનો મિત્ર રોડ પર ફંગોળાયા હતા. જેમાં બંનેને ઈજાઓ પહોંચતા મુકેશભાઈનુ ધટના સ્થળ પર જ મોત નીપજયું હતુ. જયારે પાછળ બેઠેલા તેના મિત્ર પંજયાભાઈને સામાન્ય ઈજા થઈ હતી. બનાવને પગલે ત્યાંથી પસાર થતાં લોકો તેમજ આસપાસના રહિશો દોડી આવ્યા હતા. જયારે ઈકોના ચાલક તેની ગાડીને ત્યાં જ મુકી નાસી ગયો હતો. બનાવ અંગે મુકેશભાઈએ દામાવાવ પોલીસ મથકે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા ઈકો ગાડી ઘોઘંબા તાલુકાના દેવલી કુવા પાસે રહેતા રણજીતભાઈ પ્રભાતભાઈ બારીયાની હોવાનુ સામે આવ્યુ હતુ.