ઘોઘંબા તાલુકાના શનિવાડા ગામે દુકાન તરફ જતા રોડ ઉપર ચાલતા જઈ રહેલા રાહદારીને બાઈક ચાલકે અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના શનિવાડા ગામે રહેતા ફરિયાદી ભારતભાઈ રમેસિંહ બારીયા અને મહેશભાઈ ચાલતા દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે શનિવાડા ચોકડી તરફથી આવતી બાઈક નં.જીજે-17-સીએમ-9821ના ચાલકે સુરેશભાઈ જેસીંગભાઈ પટેલિયાએ પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી મહેશભાઈને અડફેટમાં લઈ માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. આ બાબતે બાઈક ચાલક વિરુદ્ધ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.