ધોધંંબા, ધોધંંબા તાલુકાના શામળકુવા ગામે કીરડીયા ફળીયામાં રહેતા ઈસમે પોતાની માલિકી ભોગવટાના ખેતરમાં ગાંજાના છોડનુંં વાવેતર કરેલ હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન લીલો ગાંજો 14 કિલો કિંમત 1,30,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના શામળકુવા ગામે કીરડીયા ફળીયામાં રહેતા ગલુભાઇ દેવજીભાઇ રાઠવાએ પોતાની માલિકી ભોગવટાના ખેતરમાંં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય તેવી ચોકકસ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ખેતર માંથી લીલા ગાંજાના છોડ નંગ-5 જેનું વજન 13 કિલો ગ્રામ કિંમત 1,30,000/-રૂપીયાનો લીલા ગાંજાના જથ્થા સાથે આરોપી ગલુભાઇ રાઠવાની ધરપકડ કરવામાંં આવી. આ બાબતે રાજગઢ પોલીસ મથકે એન.ડી.પી.એસ.એકટ-1985 કલમ 20(એ) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.