ઘોઘંબાના સાજોરા ગામના લોકોને પોસ્ટમાં જુનિયર કલાર્કમાં ઓર્ડર અપાવવાની લાલચ આપી 15 લાખ રૂપિયા લઈ નોકરી નહિ અપાવી વિશ્વાસઘાત કર્યો

ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે આરોપી ઈસમોએ ફરિયાદી તેમજ અન્ય લોકોને પોસ્ટ વિભાગમાં જુનિયર કલાર્કની સરકારી નોકરીનો ઓર્ડર આપવાનો વિશ્ર્વાસ આપી ફરિયાદી તેમજ અન્ય લોકો પાસેથી રોકડા તેમજ આંગળીયા પેઢી, અને બેંક એકાઉન્ટમમાં 15,00,000/-રૂપિયા મળી સરકારી નોકરીની ઓર્ડરો કે રૂપિયા પરત નહિ આપી ગુનો કર્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે રહેતા ફરિયાદી નરવતભાઈ સબુરભાઈ બારીયા તેમજ અન્ય લોકોને પોસ્ટમાં સરકારી જુનિયર કલાર્કના ઓર્ડર આપવાનો વિશ્વાસ આપી આરોપીઓ સાંકાભાઈ કચરાભાઈ ગુર્જર(પ્રજાપતિ), રાજુભાઈ ઉર્ફે હિેરેનભાઈ સાંકાભાઈ ગુર્જર(પ્રજાપતિ), (રહે.હિંમતનગર, આદર્શનગર)એ પોસ્ટમાં જુનિયર કલાર્કની સરકારી નોકરીમાં ઓર્ડર અપાવવાનો પાકો વિશ્વાસ આપ્યો હતો. અને ફરિયાદ તથા અન્ય પાસેથી અલગ અલગ સમયે રોકડમાં તેમજ આંગડીયા પેઢી તથા બેંક એકાઉન્ટ મારફતે રૂ.15,00,000/-મેળવી સરકારી નોકરીના ઓર્ડર કે રકમ પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરતા આ બાબતે દામાવાવ પોલીસ મથકે વિશ્વાસઘાત છેતરિ5ંડીની ફરિયાદ નોંધાવવા પામી છે.