ઘોઘંબાના રૂપારેલ ગામે બાઈક ચાલકે 71 વર્ષિય રાહદારીને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

ઘોઘંબાના રૂપારેલ ગામે રોડ ઉપરથી પસાર થતાં બાઈક ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી 71 વર્ષિય વૃદ્ધને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોેંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામે રોડ ઉપર બાઈક નં.જીજે-17-બીવી-2757ના ચાલકે પોતાનુ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારી ફતાભાઈ રયજીભાઈ બારીયા(ઉ.વ.71)ને ટકકર મારી અકસ્માત સર્જી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે દામાવાવ પોલીસ મથકે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવા પામ્યો છે.