ધોધંબા, ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, ખરોડ તરફથી એકસયુવી ફોર વ્હીલમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ પસાર થનાર છે. તેવી બાતમીના આધારે કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી રોડ સાઈડમાં મુકી નાશી છુટીયો હતો. પોલીસે ચેકીંગ કરતા કાર માંથી 1,29,310/-રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, ખરોડ તરફથી સફેલ કલરની એકસયુવી ફોર વ્હીલ ગાડીમાં ઈંગ્લીશ દારૂ ભરીને દાઉદ્રા થઈ બોરીયા કેનાલ થી રાજગઢ ચોકડી થઈ પસાર થનાર છે. તેવી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીવાળી કારને ઉભી રાખવાનો પ્રયાસ કરતાં કાર ચાલક રોડ સાઈડમાં વાહન ઉભુ કરી નાશી છુટીયો હતો. પોલીસે કારની તપાસ કરતાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-204 કિંંમત 82,212/-રૂપીયા, બીયર ટીન નંંગ-432 કિંમત 47,088/-મળી 1,29,300/-રૂપીયાનો દારૂનો જથ્થો તેમજ એકસયુવી ગાડીને જીજે.01.આરએચ.7909 કિંમત 4 લાખ રૂપીયા મળી 5,25,412/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.