
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે રહેતા ઈસમ પોતાના ધરમાં વેચાણ માટે ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવેલ છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ કરી 11,53,800/-રૂ.નો દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે રહેતા મુકેશભાઈ રમેશભાઈ રાઠવા પોતાના નવા બનતા ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચવા માટે લાવેલ હોય તેવી બાતમી એલસીબી પોલીસને મળતા રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રોયલ બ્લ્યુ મલ્ટ વ્હિસ્કિ કવાટરિયા નંગ-11,328 કિ.રૂ.11,32,800/-બિયર ટીન નંગ-168 કિ.રૂ.21,000/-ના મુદ્દામાલ મળીને કુલ 11,53,800/-રૂપિયાનો મુદ્દામાલ સાથે મુકેશભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.