ધોધંબાના રાણીપુરા ગામે ઝેરી જનાવર કરડી જતાં 5 વર્ષીય બાળકીનું મોત

ધોધંબા, ધોધંબા તાલુકાના રાણીપુરા ગામે 5 વર્ષીય બાળકીને ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના રાણીપુરા ગામે મામાના ધરે આવેલ રજનીકાબેન મુકેશભાઈ ભુરીયા ઉ.વ.5 (રહે. પરીયા, ડુમેલાવ, ગરબાડા)ને જમણા પગે ઝેરી જનાવર સાપ કરડી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે દામાવાવ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.