ધોધંબા, ધોધંબા તાલુકાના નવાગામ પાલ્લી ગામે રહેતા 35 વર્ષીય યુવાને 11 જાન્યુઆરીના રોજ કોઈ કારણોસર એસીડ પી જતાં સારવાર માટે ધોધંબા સરકારી દવાખાનામાં અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડતા દવા સારવાર દરમિયાન મરણ જતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના નવાગામ પાલ્લી ખાતે રહેતા નરેશભાઇ હરખાભાઇ મકવાણા ઉ.વ.35 એ કોઇ અગમ્યકારણોસર તા.11 જાન્યુઆરીના રોજ એસીડ પી જતાં સારવાર માટે ધોધંબા સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા અને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાંં ખસેડતા દવા સારવાર દરમિયાન મરણ જતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.