ધોધંબા, ધોધંબા તાલુકાના પાલ્લા ગામ નજીક કરાડ ડેમ જતા હનુમાન મંદિર પાસે રોડની વચ્ચે વીજ કંપનીનો પોલ જોવાન મળી રહ્યો છે. ત્યારે સવાલ થાય કે રસ્ત બન્યા પછી વીજ પોલ વચ્ચે આવ્યો હશે કે રસ્તો ખસી ગયો હશે. અનધડ વહીવટના નમુના સમાન રસ્તો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ધોધંબા તાલુકાના પાલ્લા ગામ નજીક કરાડ ડેમ જતા હનુમાન મંદિર પાસેથી પસાર થતા રસ્તાની વચ્ચોવચ મધ્ય ગુજરાત વીજ કંપનીનો પોલ અડીંંગો જમાવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. રસ્તો બનેલ છે પણ રસ્તાની વચ્ચે વીજ પોલને લઈ વાહન ચાલકોને વાહન લઈ જવા આવવામાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ રસ્તો બનાવતી વખતે જાણે ટેકનીકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાંં આવ્યં નહિ હોય અથવા માત્ર રોડ બનેથી મળતી ટકાવારીમાં રસ દાખવીને રસ્તા વચ્ચે નડતરરૂપ વીજ પોલની પરવાહ કર્યા વગર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. રસ્તાની વચ્ચે આવેલ વીજપોલ સાથે અથડાઈ જાય તો ત્યાંં જ રામરમી જાય તેવી સ્થિતી છે. લોકોની અવરજવર માટે રસ્તો બનાવ્યા બાદ પણ લોક ઉપયોગી જણાઈ રહ્યો છે નથી પહેલીવાર તો આ રસ્તા ઉપરથી કોઇ પસાર થાય તો રસ્તાની વચ્ચે પોલ જોઈને કોઈ ચમત્કાર થયો હોય તેવો ભાષ થઈ શકે છે પરંતુ એવું નથી. આ રસ્તા બનાવતા પહેલા જે તે વિભાગની ભુલ પરિણામ છે. કારણ કે, રસ્તો બનાવતા પહેલા રસ્તાની વચ્ચેનો વીજ પોલ હટાવડાવી લેવા માટે કે રસ્તાને વીજ પોલની સાઈડ માંથી લઈ જવાની આવડતો ઉપયોગ કરાયો નથી. પંચમહાલ જીલ્લાના ધોધંબા તાલુકામાં પાલ્લા ગામે કરાડ ડેમ તરફ જતા રસ્તા વચ્ચે આવેલ વીજ પોલ અંગે રહેલ ખામીની જીલ્લા વહીવટી તંત્ર નોંધ લઈ આવા ચમત્કારી વીજ પોલને હટાવી લોકઉ5યોગી બનાવે તે જરૂરી.