
ધોધંબા, ઘોઘંબા ગામના ઓડ સમાજના લોકો દ્વારા કુળદેવી લાખુમાના જન્મદિવસ નિમિતે પૂજા અને હવનની વિધિ કરવામાં આવી. ઓડ સમાજ કદાવ પરિવાર દ્વારા દર વર્ષે કુળદેવી માતાની પૂજા અર્ચના અને હવન વિધિ કરવામાં આવે છે. આજના દિવસે સમગ્ર સમાજ દ્વારા એકતાનું પ્રદર્શન કરીને કુળદેવી લાખુમાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઓડ સમાજના આગેવાનો, ભાઈ-બહેનો, વડીલો અને બાળકો સાથે મોટા સમૂહમાં જનમેદની ઉમટી હતી. સમગ્ર પૂજન પ્રક્રિયા થયા બાદ સમૂહમાં ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.