ઘોઘંબાના નાથપુરા ગામે ખેતરમાં વાવેલ લીલા ગાંજાનો 12 કિ.ગ્રા.ના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

ગોધરા,

પંચમહાલ એસ.ઓ.જી.પોલીસ દ્વારા ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ખેતરમાં ઉગાડેલા લીલા ગાંજાના છોડ (12 કિ.ગ્રા.)જેની કિ.રૂ.1.20 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટરને ખાનગી બાતમીદાર દ્વારા ચોકકસ બાતમી મળી હતી કે, ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે પુંજારીયા ફળિયામાં રહેતા ગણપત ઉધિયાભાઈ રાઠવાના કબ્જાવાળા ખેતરમાં બનાવેલા રહેણાંક ધર પાસે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી બાતમી મુજબના ખેતરમાં તપાસ હાથ ધરતા છાપરાના પાછળના ભાગે લીલા ગાંજાના વનસ્પતિજન્ય કુલ 4 છોડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા છોડનુ વજન કરાતા 12 કિ.ગ્રા.થવા પામ્યુ હતુ. જેની કિ.રૂ.1.20 લાખ ઉપરાંતની થતી હોય પોલીસે આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકે એ.ડી.પી.એસ.મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.