ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના મહાદેવીયા ગામે લગ્નનો વરધોડો નિકળેલ હોય ત્યારે આરોપી ઈસમો તમારું ડીજે બંંધ કરી જતા રહો એક વ્યકિતને લાફો મારી પાડી દેતાંં વચ્ચે છોડાવવા પડેલ મહિલાને ધકકો મારતાં પડી જતાં ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં આરોપી ઈસમો સામે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા વિજયસિંહ હમીરસિંહ પરમારના ભાઈનો લગ્નનો વરધોડો નિકળેલ હતો. ત્યારે આરોપીઓ રાહુલ રમેશસિંહ સોલંકી, મહેરાજ સવંતસિંહ સોલંકી, નિલેશ કનકસિંહ સોલંકી, સંજય અજમલસિંહ સોલંકી, કલેન્દ્ર ભવાનસિંહ સોલંકીએ તમારું ડીજે બંધ કરી અહીંથી જતા રહો તેમ કહી દરબારકુામર પરમારને લાફો મારી મારમારવા લાગતાં સંગીતાબેન વચ્ચે છોડાવવા પડતાં આરોપીએ મહિલાને ધકકો મારતાં નીચે પડી જતાં પથ્થર વાગતાં ઈજાઓ થવા પામી જયારે અજયસિંહ વચ્ચે પડતા આરોપીઓએ દુર્તાના ભાગ ગળેથી પકડી ઝપાઝપી કરતાં સોનાની ચેઈન નીચે પડી ગયેલ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આરોપી ઈસમો વિરૂદ્ધ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.