ધોધંબા તાલુકાના માડ મહુડી ગામ તરફ સ્ટેટ વિજીલન્સ ટીમ પેટ્રોલીંંગમાંં હતી. દરમિયાન બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ લઈ પસાર થતા: બે ઈસમનો 28,800/-રૂપીયાનો ઈંગ્લીશ દારૂ લઈ પસાર થતાં બે ઈસમોને 28,800/-રૂપીયાનો ઈંગ્લીશ દારૂ તેમજ બે બાઈક, રોકડ મળી બે ખેપિયાને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકા માંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય ત્યારે સ્ટેટ વિજીલન્સ ધોધંબાના માડ મહુડી ગામ તરફ પેટ્રેાલીંગમાં હતા. દરમિયાન બે બાઈકો ઉપર ઇંગ્લીશ દારૂ લઈને પસાર થતાં ઈસમોને ઝડપી પાડવામાંં આવ્યા હતા. ઝડપાયેલ પીન્ટુ રામસિંહભાઇ રાઠવા (રહે. ગોદલી નવા ફળીયા), દિલીપ મનુભાઇ રાઠવા (રહે. માલ મહુડી, ધોધંબા) પાસેથી ઈંગ્લીશ દારૂના હોલ નંગ-60, બીયર ટીન-48 મળી કુલ 28,800/-રૂપીયા તેમજ મોટર સાયકલ, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 59,370/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યા. ઝડપાયેલ ઈસમો ઈંંગ્લીશ દારૂનો જથ્થો ધોધંબાના બુટલેગર સંજય ઉર્ફે ભેદી વિક્રમસિંહ ચૌહાણને ત્યાંથી લઈને ગોંદલી ગામે ભોદુભાઇ રાઠવાને ત્યાં પહોંચાડવાનો હોવાની કબુલાત કરતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.