ધોધંંબાના લાલપુરી ગામે સેન્ડ ફાયર માખીઓ મળી આવી છે તે ગામમાં ગંંદકી વચ્ચે નંદધરમાં બાળકો અભ્યાસ માટે આવતાં હોય તેવા બાળકોનું આરોગ્ય જોખમમાં

  • નંદધરની આસપાસની ગંદકી દુર કરી દવા છંટકાવ કરાય તેમજ બાળકોની આરોગ્ય ચકાસણી જરૂરી.

ધોધંબા તાલુકાના લાલપુરી ગામે 12 દિવસ પહેલા એક 9 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરામાં મોત નિપજાવા પામ્યું છે. જેને લઈ આરોગ્ય વિભાગ સફાળું જાગીને લાલપુરી ગામે સર્વેક્ષણ હાથ ધરવામાં આવતાંં 70 જેટલી સેન્ડ ફાયર માખીઓ મળી આવી છે. ત્યારે આ ગામમાં આવેલ નંદધરની આસપાસ કાદવ-કીચડ અને ગંંદકી વચ્ચે બાળકો બેસતા હોય ત્યારે આ બાબતે તંત્ર જાગૃતિ રાખીને કાર્યવાહી કરે તે જરૂરી છે.

ધોધંબાના લાલપુરી ગામે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાંં ચાંદીપુરા વાયરસ વાહક ગણાવી સેન્ડ ફાયર માખીઓ 70 મળી આવી છે. જે ગંભીર ગણી શકાય છે અને આરોગ્ય વિભાગ દ્વારા સેન્ડ ફાયર માખીઓ પરિક્ષણ માટે પૂના ખાતે મોકલી આપવામાં આવી છે. ચાંદીપુરા વાયસરના સંક્રમણનો ભોગ નાના બાળકો બની રહ્યા છે અને ચાંદીપુરા વાયરસનો ભોગ બનતા જાન પણ ગુમાવી રહ્યા છે. લાલપુરી ગામમાં એક 9 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા ગામમાં એક વાયરસને લઈ મોત નિપજાવા પામ્યું છે. ચાંદીપુરા વાયરસ વાહક 70 જેટલી સેન્ડ ફાયર માખીઓ ગામ માંથી મળી આવી છે.

ત્યારે ગામમાં આવેલ નંદધરમાં નાના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. તેવા નંદધરની આસપાસ ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે બાળકોમાં ચાંદીપુરા વાયરસનો ભોગ બની રહ્યા છે. તેવા સંજોગોમાંં લાલપુરી ગામે નંદધરની આસપાસ જોવા મળતી ગંદકીની વચ્ચે બાળકો આવતા હોય તેવા બાળકોના આરોગ્ય માટે જોખમી છે. ત્યારે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા નંદધરની આસપાસની ગંદકી દુર કરાવી દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ નંદધરમાં આવતાંં બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે.