ધોધંબા, ધોધંબા તાલુકાના ખરોડ ગામે ટેકરા પાસે વળાંકમાં બાઈક ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી લોખંડના બોર્ડ સાથે અથડાવી પોતાને ઓછી વધતી ઈજાઓ પહોંચાડી તેમજ પાછળ બેઠેલ વ્યકિતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ખરોડ ગામે ટેકરા પાસે વળાંક પાસેથી બાઈક નં.જીજે.17.સીસી.2263ના ચાલક હસમુખભાઇ બારીયા પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોડ સાઈડમાં રસ્તાનો વળાંક બતાવતા લોખંડના બોર્ડ અકસ્માત કરી પોતાને ઓછી વધતી ઈજાઓ પહોંચાડી તેમજ બાઇક પાછળ બેઠેલ રાકેશભાઇને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવવા પામ્યું. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.