ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે જયોતિધામ ચલાવતો અને પોતાને મહારાજ ગણતો કલ્યાણદાસ મહારાજ નામથી ઓળખાતી કલસીંગ ધનાભાઈ રાઠવાએ આસપાસના ગામના ગરીબ લોકોને તબેલા અને ગાફ અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયા ઉધરાવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
જયોતિધામ નામની સંસ્થા ચલાવતા કલસીંગ રાઠવા અને તેના શિષ્ય મારફતે લોકોને લાલચ આપીને તબેલા અને ગાયની સહાય સરકારમાંથી મળે છેે તેના માટે શરૂઆતમાં પૈસા ભરવા પડશે બાદમાં સહાય મળી જાય પછી તમે આપેલા નાણાં પરત મળી જશે તેમ કહીને લોકોને વિશ્વાસમાં લઈને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉધરાવી લઈને સામે ચેક આપ્યા હતા. પણ સરકારની ગાય માટેની સહાય ન આવતા લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતાં કલસીંગ રાઠવા પાસે નાણાંની ઉઘરાણી કરી હતી પણ તે ગલ્લા તલ્લા કરતો હતો. જેથી પોલીસ મથકે આક્ષેપ કરતી અરજી બે-ત્રણ વાર આપી હતી. પોલીસ સુધી મામલો પહોંચતા નાણાં આપવાની બાંહેધરી આપી ચુકવ્યા નથી. વૈભવી ઠાઠથી રહેણી કરણી કરતો કલસીંગ રાઠવા વિધિ કરીને લોકોને વિશ્ર્વાસ જીતી સંસ્થા મારફતે સહાય અપાવીશ ની લાલચ આપીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની પોલીસ મથકે અરજી કરવા છતાં પોલીસ કાર્યવાહી કરતી નહિ હોવાનો આક્ષેપ ભોગ બનનાર લોકો કરી રહ્યા છે ત્યારે કલસીંગ સામે પોલીસ કયારે કાર્યવાહી કરશે ?