ઘોઘંબાના ખરખડીની મુવાડી ગામેથી 3.17 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ

ઘોઘંબા,

ઘોઘંબા તાલુકાના ખરખડીની મુવાડી ગામે રહેતા ઈસમ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ મંગાવીને સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી. ઈંગ્લીશ દારૂ અને બિયર મળી 3,13,824/-રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ખરખડીની મુવાડી ગામે રહેતા ચંદુભાઈ ખાતુભાઈ નાયક પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમી એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો, બિયર નં-2028 કિ.રૂ.3,13,824/-ના મુદ્દામાલ સાથે ચંદુભાઈ નાયકને ઝડપી પાડવામાં આવ્યો હતો આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.