ઘોઘંબામાં ખાડામાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ બાળકીનાં મોત

ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ડૂબી જવાને કારણે ત્રણ બાળકીનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ત્રણેવ બાળકીઓ મંગળવારે બકરીઓને ચરાવવા માટે ગઇ હતી. આ ત્રણ પૈકી એકને તરસ લાગતા તે ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. પાણી પીવા જતા તેનો પગ લપસતાં તે ખાડામાં પડી ગઇ હતી. આ એક બાળકીને બચાવવા માટે જતા અન્ય બે બાળકીઓ પણ ખાડામાં પડી હતી. જે બાગ આ ત્રણેવ બાળકીઓના ડૂબી જવાને કારણે મોત નીપજ્યા છે.ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં એક જ ફળિયામાં રહેતી અને એક જ કુટુંબની ત્રણ માસૂમ બાળકીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

આ ત્રણ બાળકીઓ બકરી ચરાવવા માટે ગઇ હતી. જે દરમિયાન એક બાળકીને તરસ લાગતા તે કોતરોમાં બનાવેલા ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. આ બાળકીનો પાણી ભરેલા ખાડામાં લપસી જતાં અન્ય બે કિશોરી બચાવવા જતાં ત્રણેયના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યાં છે.

ત્રણ બાળકી પૈકી એકની ઉંમર પાંચ વર્ષની અને બે બાળકીઓની ઉંમર ૧૨ વર્ષની છે. એક જ પરિવારની ત્રણ બાળકીના સાથે મોત થતા આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. થોડા દિવસ પહેલા ભાવનગરમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. સિદસરમાં ચાર બાળકીઓના ડૂબી જતા મોત થયા હતા. બોરતળાવમાં નાહ્વા પડેલી પાંચ બાળકીઓ ડૂબી હતી. જેમાં ૫ બાળકીઓમાં એકનો બચાવ થયો છે. તેમજ અન્ય ૪ના મોત થયા છે. બચાવાયેલી બાળકીને સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.