- પરીવાર જનો હત્યાની આશંકા વ્યક્ત કરી.
ધોધંબા,ઘોઘંબા તાલુકાના ગોરાડા પાણી ફળિયાં ગામનો યુવાન હરેશભાઈ સીમડભાઈ કાંટુ ગામે રાત્રી સમયે પોતાના મિત્રો સાથે ગોતરડામાં ગયો હતો. ત્યારબાદ સવારે ખાખર ફળિયા પાસે આવેલા જંગલમાં ટીમરુ ના ઝાડ ઉપર યુવકનો પોતાના સર્ટ સાથે લટકી રહેલો મૂતદેહ મળી આવ્યો હતો.
સવારે જ્યારે યુવાનનો મૂતદેહ લટકતો જોતા બુમરાણ મચી હતી. અને યુવાનની ઓળખ કરી તેના પરિવારજનોને બોલાવી પોલીસની હાજરીમાં મૂતદેહ નીચે ઉતારવામાં આવ્યો હતો.
હરેશનો મૂતદેહ જોતા પરીવારજનો એ યુવાનની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી અને રાત્રિના સમયે મરનાર યુવાનના મોબાઈલ ઉપર કોઈ યુવતી નો ફોન આવ્યા બાદ તે નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો ન હતો. સવારે ઝાડ ઉપર તેનો શંકાસ્પદ હાલતમાં લટકે રહેલો મૂતદેહ જોતા આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય યુવાનની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. રાજગઢ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી યુવાનના મૂતદેહને ઙખ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.