ધોધંબાના કંકોડાકોઇ ગામની પ્રસૃતિ બાદ મૃત્યુ થયેલ મહિલાના મૃતદેહને જ્ઞાતિવાદના ભોગ અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન નહિ મળતાં ધર આગળ ખેતરમાં અગ્નિ સંસ્કાર કરવો પડયો

ધોધંબા, ધોધંબા તાલુકાના કંકોડાકોઇ ગામની મહિલાનું પ્રસૃતિ બાદ મોત નિપજાવા પામ્યું હતું. મૃતદેહને અંતિમક્રિયા માટે વતન લાવવામાં આવ્યો હતો. ત્યારે ગામમાં આવેલ બેન સ્મશાન માંથી એકપણ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા નહિ દેતા પરિવારે ખેતરમાં આવેલા ખુણામાં અંતિમક્રિયા કરવા મજબુર બન્યા જ્ઞાતિવાદ માનવતાને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના કંકોડાકોઇ ગામે રહેતા રામજીભાઇ નાયક તેમની પત્ની સુમિત્રાબેન સહિતના પરિવાર સાથે મજુરી અર્થે અમરેલી જીલ્લાના ધાસા ગામે રહેતા હતા. ત્યારે સુમિત્રાબેન રામજીભાઈ નાયકને પ્રસૃતિની પીડા ઉપડતા તાત્કાલીક અમરેલી જીલ્લામાં આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રસૃતિ દરમિયાન એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 12 દિવસ પછી સુમિત્રાબેન નાયકને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતા અમરેલીના ધાસા ગામે મોત નિપજાવા પામ્યું હતું. જેથી પરિવારના સભ્યો મૃતક સુમિત્રાબેન નાયકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ધોધંબાના કંકોડાકોઇ ગામે વતનમાં 14 ડીસેમ્બરના રોજ લાવ્યા હતા. સતત બે દિવસ સુધી સુમિત્રાબેનના મૃતદેહને ધરમાં રાખવા મજબુર બન્યો હતો. ગ્રામજનો દ્વારા સ્મશાનમાં અગ્નિ સંસ્કાર નહિ કરવા દેતા પરિવાર સભ્યો જુના સ્મશાન ચેલાવાડા ગામે અગ્નિ સંસ્કાર માટે જઈ રહ્યા હતા. ત્યારે ચંદ્રનગર અને મુવાડી ગામના લોકોએ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવાની પરવાનગી નહિ મૃતકને અગ્નિ સંસ્કાર કરવા માટે જગ્યા શોધવા પરિવાર ભટકવું પડયું હતું. આખરે જ્ઞાતિવાદનો ભોગ બનેલ પરિવારજનો દ્વારા મૃતદેહને ધરની સામે આવેલ ખેતરના ખુણામાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. જ્ઞાતિવાદના કારણે મોતનો મલાજો જળવાયો નથી.