ઘોઘંબામાં જનજાતિ યુવા મંચ દ્વારા ચેલાવાડા ગામે બાબાદેવ મંદિરે પ્લાસ્ટિક હટાવો સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

ધોધંબા, ઘોઘંબા તાલુકા થી 15 કિલોમીટર દૂર આવેલ ચેલાવાડા ગામે ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બાબાદેવનું મંદિર તળેટીમાં અને ઊંચા ડુંગર પર બિરાજમાન છે. આ મંદિરે દર્શન કરવા માટે ડુંગરની ગોદમાં અને ડુંગરની ટોચ પર હજારો ભાવિક ભક્તો આવતા હોય છે. દર રવિવારે આ સ્થળ પર ભક્તોનો ખૂબ જ ઘસારો જોવા મળે છે અને જેના કારણે ત્યાં પ્લાસ્ટિક અને ગંદકીનું પ્રમાણ પણ રહેતું હોય છે. વધારે પડતા પ્લાસ્ટિકના ઉપદ્રવના કારણે વધુ ગંદકી થાય છે. જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ પણ ફેલાય છે. પ્લાસ્ટિકની ગંદકી દૂર કરવા માટે ઘોઘંબા તાલુકા જનજાતિ સુરક્ષા મંચના 40 જેટલા કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ અભિયાનમાં ઘોઘંબા તાલુકાના યુવાનો તથા છોટાઉદેપુર જીલ્લામાં યુવાનો જોડાઈને પ્લાસ્ટિકની એકત્ર કરી કોથળામાં ભેગું કરેલ છે. આસપાસ ની દુકાનો તથા અને ડુંગરની તળેટીથી ડુંગરની ટોચ સુધી પ્રદૂષણ રૂપે ફેલાયેલા પ્લાસ્ટિકને એકત્ર કરી તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરેલ હતો.

આ કાર્યક્રમમાં વિક્રમભાઈ રાઠવા, લક્ષ્મણભાઈ રાઠવા, અરવિંદભાઈ રાઠવા, રાજેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં યુવા મિત્રો હાજર રહીને લગભગ છ કલાક જેટલો સમય ભારે મહેનત કરીને કચરો સાફ કર્યો હતો.

સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત ચેલાવાડા ગામના ધંધાદારી લોકોને સ્વચ્છતાથી વાકેફ કર્યા હતા અને લારી ગલ્લા અને હોટલોમાં જઈને તેઓએ સાફ-સફાઈ કરી હતી. સમગ્ર ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગંદકી દૂર કરો અને સ્વસ્થ રહો. તંદુરસ્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તમામ નાગરિકો પોતાની ફરજ અદા કરો. તેવો શુભ સંદેશ પાઠવ્યો હતો. સર્વે કાર્યકરો મિત્રો દ્વારા સફાઈના સાધનો જેવા કે સાવરનણા, કોથળા, પંચ, સુપડી જેવા તમામ સાધનો સાથે સજ્જ થઈને આ અભિયાન હાથ ધરાયું હતું.

સમગ્ર પંથકના લોકો તથા આવનાર પ્રવાસીઓએ પણ આ સંદેશને વધાવી લીધો હતો અને ફરીથી ગંદકી ન કરવા માટે સમર્થન આપ્યું હતું.