ધોધંબાના ગુણેશીયા ગામે એલ.સી.બી.એ નાકાબંધી કરી આઈસરમાં લઈ જવાતા 30 લાખના ઈંગ્લીશ દારૂ સાથે ચાર ઈસમોને ઝડપ્યા

ધોધંબા, ધોધંબા તાલુકાના પાંચ પથરા ગામે રહેતા ઈસમે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય અને આઈસર ગાડીમાં દારૂ ભરી એસેન્ટ કાર થી પાઈલોટીંગ કરી ગુણેશીયા ગામ આવવા નિકળેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરી વિદેશી દારૂ કવાટરીયા પેટી-625, આઈસર ફોન મળી 41,17,600/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આાવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે,આઈસર ગાડી નં.એમ.એચ.18. બીજી.2370માં વિદેશી દારૂ ભરેલ છે. એસન્ટ કાર નં.જીજે.05.સીએફ.1667માંં પાઈલોટ કરીને લવાઈ રહ્યો છે. ઈંગ્લીશ દારૂ પાંચ પથરા ગામે રહેતા રમેશભાઈ રણછોડભાઇ રાઠવાએ મંગાવેલ છે અને ગુણેશીયા ગામે આવવા નિકળેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે ગુણેશીયા ગામે ગોઝારીયા ખાતે આવેલ ગુરૂકૃપા આદિવાસી આશ્રમશાળા સામે નાકાબંધી કરી આઈસર ગાડી અને હુન્ડાઈ કારને ઝડપી પાડવામાંં આવી હતી.

આઈસર ગાડીમાં તપાસ કરી ઈંગ્લીશ દારૂ કવાટરીયા પેટી નંગ-625 કિંમત 30,00,000/-રૂપીયા આઈસર, એસેન્ટ કાર, મોબાઈલ ફોન- નંગ-6, બીલ બીલીના કાગળો મળી કુલ રૂા.41,17,600/-ના મુદ્દામાલ સાથે રાકેશ બાબુલાલ ઈરાવદીયા (ખાજા)(રતવા થાના સાગોટ-એમ.પી.), કમલ બદીલાલ રાવત (રામુખેડી, ખુંદેલ બુઝર્ગ, એમ.પી.), નરેશ બાબુભાઈ પટેલ (અક્ષર સીટી કેતનપુર, વડોદરા), રમેશભાઈ રણછોડભાઈ રાઠવા (પાંચ પથરા, રાઠવા ફળીયા)ને ઝડપી પાડી આ બાબતે પ્રોહિબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.