ઘોઘંબાના ગોદલી ગામે પથ્થર ભરી જતા ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી જતા જાનહાનિ ટળી

ગોધરા,

ઘોઘંબા તાલુકાના ગોદલી પાસે મહાકાય પથ્થર ભરી જતાં ટ્રેલરના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગયુ હતુ. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અને રોડની સાઈડમાં આવેલા એક આંબાના વૃક્ષનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.

પાવીજેતપુર પંથકમાં આવેલી માઈન્સમમાંથી નીકળતા મોટા પથ્થરો ભરી ગોધરા થઈ અન્ય ફેકટરીમાં ટ્રેલર મારફતે હાલ કેટલાય દિવસોથી લઈ જવામાં આવી રહ્યા છે. આ મહાકાય ટ્રેલરો ઘોઘંબા તાલુકાના ગોદલી કાંટુ અને દામાવાવ સહિતના આંતરિક માર્ગો ઉપર થઈ ગોધરા તરફ જઈ રહ્યા છે. આ ટ્રેલર રાત્રિ દરમિયાન અહિંથી પસાર થતાં હોય છે. એ વેળાએ ટ્રેલર ચાલકો વળાંકો વાળો માર્ગ હોવા છતાં પુરઝડપે હંકારવા ઉપરાંત હેડલાઈટ એલઈડી લાઈટો બેસાડી પસાર થતા હોય છે. જેથી નાના વાહનચાલકો અને રાહદારીઓ અજવાઈ જવાની ધટનાઓ બની રહી છે.ત્યારે અહિંથી પસાર થતાં આ ટ્રેલર ચાલકો સામે પોલીસ દ્વારા પગલા ભરવામાં આવે અને ધીમે હંકારવાની સુચનાઓ આપવામાં આવે એવી જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે.અગાઉ ચાઠા ગામ પાસે પુરઝડપે પથ્થર ભરી પસાર થઈ રહેલ ટ્રેલરમાંથી એક મોટો પથ્થર રોડની સાઈડમાં ખાબકતા ગોદલી પાસે પથ્થર ભરેલા ટ્રેલરના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પઇલ્ટી ખાઈ જવાની ધટના બની હતી. આ બનાવ મોડી રાત્રિનો હોવાથી જાનહાનિ ટળી હતી. ત્યારે સંલગ્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ ટ્રેલર ચાલકોને સ્પીડ નિયમન અંગે સુચના આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.