
- રસ્તો મંજુર થયેલ હોવા છતા તંત્રની બેદરકારીને લઇ લોકોમાં રોષ.
- રસ્તાની આજુબાજુના ખેતર માલિકો રસ્તા માટે જમીન ફાળવા તૈયાર.
ધોધંબા તાલુકાના ગમાણી ગામના આંબા ફળીયા તથા નાયક ફળીયાના રહેતા ધોરણ-1 થી 4 સુધી અભ્યાસ કરતાં નાના બાળકોને નદીના ઉંડાપાણી માંથી શાળાએ અભ્યાસ માટે થવા મજબુર છે આ ફળીયાનો રસ્તો લાંબા સમયથી મંજુર થયેલ છે. તેમ છતાં રસ્તાની કામગીરી નહિ થતાં બાળકો અને ગ્રામજનોને નદીના પાણી માંથી અવરજવર માટ મજબુર છે. ત્યારે તંંત્ર આવા જોખમી અભ્યાસથી બાળકોને મુકિત અપાવે તે જરૂરી છે.
ધોધંંબા તાલુકાના ગમાણી ગામના આંબા ફળીયા અને નાયક ફળીયા વચ્ચેથી નદી પસાર થતી હોય ચોમાસાની સીજનમાં શાળામાંં અભ્યાસ કરતાં પ્રાથમિક શાળામાં ધોરણ -1 થી 4 ના બાળકોને નદીના ઉંડાપાણી માંથી પસાર થઈને સામેના કાંઠે અભ્યાસ માટે જવુંં પડે છે. અભ્યાસ માટે શાળાએ જતાં બાળકોને શાળામાં મોકલવા માટે ર્માં-બાપ બાળકોને ખભે બેસાડીને નદી પાર કરાવવી પડે છે. ગમાણી ગામમાં આંબા ફળીયા અને નાયક ફળીયાનો રસ્તો ધણા લાંબા સમયથી મંજુર થયેલ આજુબાજુના ખેતરો માંથી રસ્તો પસાર થતો હોય ત્યારે ખેતરોના માલિકો દ્વારા પણ રસ્તા માટે જમીન આપવા માટેની તૈયારી છે. આ રસ્તા ઉપર અન્ય ફળીયાઓ સાતા આંબા ફળીયા, નાયક ફળીયા, લુહાર ફળીયા, બારીયા ફળીયા, કનાસીયા ફળીયા પાસેથી નવો રસ્તો મંજુર થયેલ છે. જો રસ્તો બને તો આ વિસ્તારમાં રહેતા ફળીયાઓના રહિશોને રસ્તાની સુવિધા મળી શકે છે. ચોમાસાની સીજનમાં આ ફળીયાઓની સ્થિતી ખુબ દયનીય બની જાય છે. ત્યારે મંજુર થયેલ રસ્તાની કામગીરી ઉપર તંત્ર કાર્યવાહી પુરી કરીને રસ્તો બને તેવા પ્રયાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.