ઘોઘંબાના એક ગામમાં ત્રણ સંતાનોની માતાને ડાકણ કહીને વગોવતા કાકા સસરા, નણંદ,દિયર-દેરાણીને હાલોલ 181 અભયમ્ ટીમે સમજાવી અંધશ્રદ્ધા દૂર કરી

ધોધંંબા,પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાંથી એક મહિલાનો અભયમ 181 મહિલા હેલ્પ લાઈન પર કોલ આવેલ અને જણાવેલ કે, તેમના પરિવારમા તેમના દિયર દેરાણી અને કાકા સસરા તેમને ડાકણ કહી હેરાન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને તેમને ઘરમાં શાંતિથી રહેવાં દેતા નથી. તેવી આપવીતી જણાવીને મદદ માંગતાં 181 અભયમ્ ના કાઉન્સેલર મધુબેન ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે 181 અભયમ્ ટીમે પીડિતા મહિલા અને તેના પતિ સાથે વાતચિત કરીને તેમની પારિવારિક વિગતો મુજબ તે પીડિતા બહેનના ત્રણ સંતાનો છે. અને તેમના ઘરમાં માતાજીનું મંદિર છે, તેમાં સાંજ સવાર પૂજા કરવામાં આવે છે. પીડિતા બહેને ઘરમાં આરતી સમયે ધૂણે છે તેથી કાકા સસરા વારંવાર ઝઘડા કરવા આવતા હતા તેમની સમગ્ર સમસ્યા જાણી સમજી પછી તેમના કાકા સસરા અને ઘરના સભ્યોની હકીકતો જાણી.તેમાં તેમની વચ્ચે પૂર્વે કોઈ સામાજિક કરણોસર બોલાચાલી ઝઘડાઓ થતા હોવાથી ઘણી વાર કાકા સસરા, નણંદ અને દિયર-દેરાણી ડાકણ છે. કહીને ધમકાવતા, વાગોવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પીડિતા મહિલાના કાઉન્સિલીંગ દરમિયાન તેવું પણ જાણવાં મળેલ કે તેમના કાકા સસરા, નણંદ અને તેના ઘરના સભ્યો અંધશ્રદ્ધાના રવાડે ચઢીને ત્રાંત્રીક વિધિઓ કરાવતા અને તેમના ઘરમાં પીડિતા મહિલાના લગ્ન પહેલા વૃદ્ધિ લોકોના મૃત્યુ થયા હતા તે પણ પીડિતાને માથે પડે અને ડાકણ કહીને મારઝૂડ કરવા આવી ત્રાસ આપતા હતા. તેથી કાકા સસરા, નણંદ અને ઘરના સભ્યોને અસરકારક સમજાવેલ અને કાયદાકીય સલાહ આપવામાં આવી હતી.