ધોધંબાના ડોક્ટર દંપતીએ દિકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો

ધોધંબા,ઘોઘંબાના પ્રસિદ્ધ અને સેવા ભાવના ધરાવતા ડોક્ટર દંપત્તિ દ્વારા તેમની દીકરીના જન્મદિવસને અનોખી રીતે ઉજવી સમાજને શીખ આપી હતી. પોતાના વિનાયક હોસ્પિટલ એન્ડ વેટરનીટી હોસ્પિટલ ખાતે દીકરીના જન્મદિવસના પ્રસંગને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે તે પણ માત્ર સામાન્ય ખર્ચથી તેવા શુભ આશય સાથે યોજવામાં આવેલ કેમ્પમાં 50 યુનિટ બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું. ડોક્ટર વેનિસ પંચાલ તેમના પત્ની ડોક્ટર બીનાબેન પંચાલ તેમની લાડકી દીકરી કેયા પંચાલની ત્રીજી વર્ષગાંઠ સમાજને ઉપયોગી થાય તથા દર્દીઓને મદદરૂપ થવાના આશય સાથે ઉજવવામાં આવી હતી. આ વખતે બ્લડ ડોનેટ કરનાર ડોનરો દ્વારા દીકરી કેયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને ડોક્ટર દંપત્તિને તેમની સેવા કિયા પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવ્યા હતા.